વિહંગાવલોકન
OpenAIમાં અમે સૌના લાભ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનાં અદ્યતન મૉડલો વિકસાવવા અને ઉપલબ્ધ કરાવવાને મહત્ત્વ આપીએ છીએ. અમે સમજીએ છીએ કે આ મૉડલો તમારા વ્યવસાયનો મુખ્ય આધાર કે તમારા રોજિંદા જીવનનો ભાગ હોઈ શકે છે, તેથી તેમાં કોઈ પણ વિક્ષેપ પડે તો તમને પરેશાની થઈ શકે છે.
અમે તમારી સહાય કરવા માટે છીએ, પરંતુ અમારે કામનું વાતાવરણ પણ સુરક્ષિત રાખવું જરૂરી છે. તેથી સહાય માટેનાં અમારા સંપર્ક માધ્યમો પર અમે અપમાનજનક વર્તન સહન કરતા નથી. અપમાનજનક વર્તનમાં તોછડી કે તિરસ્કારપૂર્ણ ભાષા, લોકોને ઈજા પહોંચાડવાની કે મિલકતને નુકસાન કરવાની ધમકીઓ, વારંવાર અણગમતું વર્તન અથવા આવી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી.
સૌ માટે સુરક્ષિત અને રચનાત્મક વાતાવરણ જાળવવા માટે, અપમાનજનક કે ધમકીભર્યું વર્તન કરનારા વપરાશકર્તાઓ સામે નીચે મુજબનાં પગલાં લેવાઈ શકે છે. આ ઉપરાંત અન્ય પગલાં પણ લેવાઈ શકે છે:
લેખિત કે મૌખિક ચેતવણીઓ
સહાય સેવાઓનો ઉપયોગ મર્યાદિત કરવો અથવા બંધ કરવો
OpenAIનાં ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ અસ્થાયી રૂપે અથવા કાયમી ધોરણે બંધ કરવો
નુકસાન પહોંચાડવાની ધમકીઓ સાચી હોવાની શક્યતા જણાય તો સત્તાવાળાઓને જાણ કરવી
અમે ઉત્તમ સહાય પૂરી પાડવા અને તમારા કોઈ પણ પ્રશ્નો કે ચિંતાઓનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. જો તમે હેરાન કરતી કે અનાદરપૂર્ણ ભાષાનો ઉપયોગ ચાલુ રાખશો, તો અમારી સહાય સેવાઓના તમારા ઉપયોગ પર મર્યાદાઓ લાદવામાં આવી શકે છે અને કદાચ તમારા ખાતાના ઉપયોગ પર પણ મર્યાદાઓ લાદવામાં આવી શકે છે.
