OpenAIની સેવાઓનો ઉપયોગ કરતી વખતે, તમારે અમારી ઉપયોગ નીતિઓનું પાલન કરવું આવશ્યક છે. આ નિયમો અતિશય પ્રતિબંધાત્મક ન રહે તેની ખાતરી કરવા અને અમારા વપરાશકર્તાઓ માટેની સુરક્ષાઓને મજબૂત બનાવવા માટે અમે સમયાંતરે તેમને અપડેટ કરીએ છીએ. આ બાબતો પ્રતિબિંબિત કરવા માટે અમે આ નીતિઓને અપડેટ કરી રહ્યાં છીએ:
OpenAIના તમામ ઉત્પાદનો અને સેવાઓને લાગુ પડતી સંકલિત ઉપયોગ નીતિઓ.
સગીરો (18 વર્ષથી ઓછી ઉંમરના)ને નુકસાન પહોંચાડવા માટે અમારી સેવાઓના ઉપયોગને પ્રતિબંધિત કરતી વધારાની સુરક્ષાઓ.
લોકોને ચોક્કસ નુકસાન અને દુરુપયોગથી બચાવવા પર વધુ ધ્યાન.
