પ્રકાશકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો
હું મારી વેબસાઇટને બ્રાઉઝરમાં ChatGPT શોધ પરિણામોમાં કેવી રીતે બતાવી શકું?
કોઈપણ સાર્વજનિક વેબસાઇટ ChatGPT શોધમાં દેખાઈ શકે છે. તમારી સામગ્રી શોધી શકાય, પ્રદર્શિત થઈ શકે અને તેનો સ્પષ્ટ ઉલ્લેખ તથા તેની લિંક આપી શકાય તે સુનિશ્ચિત કરવામાં મદદ માટે આ માર્ગદર્શિકા અનુસરો:
તમારી સાઇટની સામગ્રીને ChatGPTમાં સારાંશ અને સંક્ષિપ્ત અંશોમાં સામેલ કરવા માટે ખાતરી કરો કે તમે OAI-SearchBotને અવરોધતા નથી. OAI-SearchBotને ઍક્સેસ મળે તે સુનિશ્ચિત કરવા માટે જરૂર પડે તો તમારે તમારી robots.txt ફાઇલ અપડેટ કરવી પડી શકે છે.
નોંધ: જો અમને કોઈ પ્રતિબંધિત પેજનું URL તૃતીય-પક્ષ શોધ પ્રદાતા પાસેથી અથવા અન્ય પેજને ક્રૉલ કરીને મળે અને એવા સંકેતો મળે કે તે પેજ વપરાશકર્તાની ક્વેરી માટે સુસંગત છે, તો અમે ChatGPT Atlasમાં માત્ર તેની લિંક અને પેજનું શીર્ષક બતાવી શકીએ છીએ.
જો તમે આવું ન ઇચ્છતા હો, તો noindex મેટા ટૅગનો ઉપયોગ કરો. નોંધ: અમારું ક્રૉલર મેટા ટૅગ વાંચી શકે તે માટે તેને સંબંધિત પેજ ક્રૉલ કરવાની મંજૂરી હોવી આવશ્યક છે.
OAI-SearchBotને પોતાની સામગ્રી ઍક્સેસ કરવાની મંજૂરી આપતા પ્રકાશકો Google Analytics જેવા વિશ્લેષણ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને ChatGPT તરફથી આવતા રેફરલ ટ્રાફિકને ટ્રૅક કરી શકે છે. ChatGPT રેફરલ URLમાં આપમેળે UTM પૅરામીટર utm_source=chatgpt.com ઉમેરે છે, જેનાથી ChatGPT શોધ પરિણામોમાંથી આવતા ટ્રાફિકને સ્પષ્ટ રીતે ટ્રૅક અને વિશ્લેષિત કરી શકાય છે.
શું ChatGPT Atlas મારા વેબપેજની સામગ્રી પર તાલીમ લે છે?
પ્રકાશકોએ સંભવિત તાલીમમાંથી બાકાત રાખવા ઇચ્છતી સાઇટ અને પેજ પર GPTBot યુઝર-એજન્ટને પ્રતિબંધિત કરવો જોઈએ. Atlasમાં વપરાશકર્તાઓની ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા મેળવેલી સામગ્રી માટે અમે આ સંકેતનું પાલન કરીએ છીએ.
નોંધ: જો વપરાશકર્તાઓ તાલીમ માટે સંમતિ આપે, તો પણ GPTBotમાંથી બાકાત રહેનારાં વેબપેજનો તાલીમ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં.
ડેવલપરો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો
Atlasમાં ChatGPT એજન્ટ સાથે મારી વેબસાઇટનું પ્રદર્શન સુધારવા માટે હું શું કરી શકું?
તમારી વેબસાઇટને વધુ સુલભ બનાવવાથી Atlasમાં ChatGPT એજન્ટને તેને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે.
ChatGPT Atlas પેજનું માળખું અને ઇન્ટરૅક્ટિવ ઘટકો સમજવા માટે ARIA ટૅગનો ઉપયોગ કરે છે. આ એ જ લેબલ અને ભૂમિકાઓ છે જે સ્ક્રીન રીડરને સહાય કરે છે. સુસંગતતા સુધારવા માટે બટન, મેનૂ અને ફૉર્મ જેવા ઇન્ટરૅક્ટિવ ઘટકોમાં વર્ણનાત્મક ભૂમિકાઓ, લેબલ અને સ્થિતિઓ ઉમેરીને WAI-ARIAની શ્રેષ્ઠ પદ્ધતિઓ અનુસરો. આનાથી ChatGPT દરેક ઘટકનું કાર્ય ઓળખી શકે છે અને તમારી સાઇટ સાથે વધુ ચોકસાઈથી ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે.
Apps SDK વડે બનાવેલી ઍપ Atlasમાં કેવી રીતે કાર્ય કરે છે?
ChatGPTની ઍપ Atlasમાં એ જ રીતે કાર્ય કરે છે, જેવી રીતે તે વેબ પર ChatGPTમાં કરી શકે છે. જ્યારે તમે ChatGPTને મોકલવાના સંદેશની શરૂઆત ઉપલબ્ધ ઍપના નામથી કરો, જેમ કે “Spotify, આ શુક્રવારે મારી પાર્ટી માટે એક પ્લેલિસ્ટ બનાવો,” ત્યારે ChatGPT આપમેળે તમારી ચૅટમાં ઍપ બતાવી શકે છે અને મદદ કરવા માટે સુસંગત સંદર્ભનો ઉપયોગ કરી શકે છે. તમે પહેલી વાર કોઈ ઍપનો ઉપયોગ કરો ત્યારે ChatGPT તમને તેને કનેક્ટ કરવાનું કહેશે, જેથી તમને ખબર રહે કે ઍપ સાથે કયો ડેટા શેર થઈ શકે છે. ઓછી પહોળાઈમાં પણ તમારી ઍપ સારી રીતે કાર્ય કરે તેની ખાતરી કરવા માટે અમે ચૅટ સાઇડબારમાં તે કેવી રીતે કાર્ય કરે છે તે ચકાસવાની ભલામણ કરીએ છીએ.
Atlasમાં હોય ત્યારે વપરાશકર્તાઓ ChatGPTની ઍપને વધુ સરળતાથી ઍક્સેસ કરી શકે તે માટેની રીતો પર પણ અમે કામ કરી રહ્યા છીએ. Atlasમાં વધુ ઊંડા એકીકરણમાં રસ ધરાવતા ડેવલપરો માટે અમે ટૂંક સમયમાં વધુ વિગતો રજૂ કરવાની આશા રાખીએ છીએ.
