ઝાંખી
તમારી સંસ્થા ખાતાના ડેટા, સુવિધાઓ, જાળવણી સેટિંગ્સ અને વર્કસ્પેસનાં અન્ય નિયંત્રણોની ઍક્સેસનું સંચાલન કરી શકે છે.
આ લેખ તમારા વ્યવસ્થાપક દ્વારા સંચાલિત ChatGPT ખાતા વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે (ઉદાહરણ તરીકે: bobby@acmecorp.com). તમારું ખાતું બનાવવામાં આવ્યું ત્યારે તમને આપવામાં આવેલી માહિતી પણ તેમાં સામેલ છે (જેને “વ્યવસ્થાપક દ્વારા સંચાલિત ChatGPT ખાતાની સૂચના” કહેવાય છે). એન્ટરપ્રાઇઝ, એજ્યુકેશન, આરોગ્યસંભાળ, વ્યવસાય અથવા શિક્ષક માટેના સંચાલિત ખાતાથી ChatGPT વાપરતી વખતે તમારી સંસ્થાના વ્યવસ્થાપક શું ઍક્સેસ અને નિયંત્રિત કરી શકે છે તેનો સારાંશ તેમાં આપવામાં આવ્યો છે. ખાતાં બદલવાની સુવિધાનો ઉપયોગ પણ તેમાં સામેલ છે.
તમારા વ્યવસ્થાપક આ ખાતાનો ડેટા ઍક્સેસ અને નિયંત્રિત કરી શકે છે
તમારા વ્યવસ્થાપક આ ખાતા અને તેની સાથે સંકળાયેલા ChatGPT ડેટાનું સંચાલન કરે છે. એનો અર્થ એ છે કે તમારા વ્યવસ્થાપક આ ખાતા સાથે સંકળાયેલો ડેટા ઍક્સેસ, નિકાસ, ઑડિટ, જાળવી કે કાઢી શકે છે અને OpenAIનાં મૉડલ સુધારવા માટે એ ડેટા OpenAI સાથે શેર કરવાની સંમતિ આપી શકે છે. આ ડેટામાં નીચેની બાબતો સામેલ હોઈ શકે છે (જો તમારી સંસ્થાના રૂપરેખાંકન અને લાગુ કાયદા હેઠળ તે સક્ષમ હોય):
તમે ChatGPTમાં સબમિટ કરેલી સામગ્રી (પ્રોમ્પ્ટ, તમે અપલોડ કરેલી ફાઇલો અને તમે બનાવેલા આઉટપુટ)
વાતચીતનો ઇતિહાસ અને શેર કરેલી વર્કસ્પેસની સામગ્રી
ઉપયોગ અને પ્રવૃત્તિનો મેટાડેટા (ઉદાહરણ તરીકે: સાઇન-ઇન પ્રવૃત્તિ, ઉપકરણ/સત્રની માહિતી અને સુવિધાનો ઉપયોગ)
આ ખાતા માટે તમારી સંસ્થાને ઉપલબ્ધ સુરક્ષા અને પ્રાઇવસી સેટિંગ્સ
તમારા વ્યવસ્થાપક સુવિધાઓને મર્યાદિત અથવા અક્ષમ કરી શકે છે, ઍક્સેસ સ્થગિત કરી શકે છે અથવા આ ખાતું કાઢી શકે છે.
જ્યાં સુધી ChatGPT Enterprise અથવા એજ્યુકેશન વર્કસ્પેસે તમારી વ્યક્તિગત વર્કસ્પેસની ચકાસણી કરી ન હોય અથવા તેના પર દાવો કર્યો ન હોય, ત્યાં સુધી તમારી વ્યક્તિગત વર્કસ્પેસનું સંચાલન તમે કરો છો, વ્યવસ્થાપક નહીં.
વર્કસ્પેસની નીતિઓ અને ભૂમિકા-આધારિત ઍક્સેસ
સંચાલિત વર્કસ્પેસમાં ChatGPT વાપરતી વખતે તમારી સંસ્થાની નીતિઓ, વ્યવસ્થાપકની પરવાનગીઓ અને સુવિધાનાં સેટિંગ્સ લાગુ પડે છે.
એન્ટરપ્રાઇઝ વર્કસ્પેસમાં માત્ર વર્કસ્પેસનો માલિક જ સંવેદનશીલ અનુપાલન પરવાનગીઓ ધરાવતાં ઓળખપત્રો બનાવી શકે છે. માત્ર વ્યવસ્થાપકની ભૂમિકા ધરાવવાથી કોઈ વ્યવસ્થાપકને એ પરવાનગીઓ મળતી નથી.
તમે કઈ સેવાઓ વાપરી શકો તે તમારા વ્યવસ્થાપક નિયંત્રિત કરે છે
આ ખાતાથી તમે સંસ્થા દ્વારા સંચાલિત કઈ સેવાઓ અને સુવિધાઓ ઍક્સેસ કરી શકો તે તમારા વ્યવસ્થાપક નક્કી કરે છે (ઉદાહરણ તરીકે: વર્કસ્પેસની સુવિધાઓ, ઍપ, ડેટા નિયંત્રણો, શેરિંગ સેટિંગ્સ, જાળવણીની નીતિઓ અથવા વ્યવસ્થાપક દ્વારા સંચાલિત અન્ય ક્ષમતાઓ). તમારા વ્યવસ્થાપક ચોક્કસ સેવાઓ બંધ કરી શકે છે અથવા તેમનો ઉપયોગ અમુક જૂથો સુધી મર્યાદિત કરી શકે છે.
ખાતાં બદલવાથી તેઓ એક થઈ જતાં નથી
ખાતાં બદલવાની સુવિધા તમને અલગ-અલગ ખાતાં વચ્ચે બદલવા દેવા માટે બનાવવામાં આવી છે, તેમને ભેગાં કરવા માટે નહીં.
જો તમે સંચાલિત ખાતા અને વ્યક્તિગત ખાતામાં સાઇન ઇન કરો, તો બંને અલગ રહે છે.
તમારા સંચાલિત ખાતામાં બનાવેલો ડેટા તમારી સંસ્થાના નિયંત્રણોને આધીન રહે છે.
ખાતાં બદલવાથી ચૅટ, ફાઇલો કે સેટિંગ્સ એક ખાતામાંથી બીજા ખાતામાં જતાં નથી.
તમારો કાર્યસંબંધિત ડેટા તમારી સંસ્થાના નિયમન હેઠળ જ રહે તે સુનિશ્ચિત કરવા માટે, કાર્યસંબંધિત પ્રવૃત્તિમાં તમારું સંચાલિત ખાતું વાપરો.
તમારી સંસ્થા અને OpenAI વચ્ચેનો કરાર લાગુ પડે છે
જો તમારી સંસ્થા ChatGPT માટે વ્યવસ્થાપક દ્વારા સંચાલિત ઍક્સેસ આપે છે, તો એ સેવાઓનો તમારો ઉપયોગ તમારી સંસ્થા અને OpenAI વચ્ચેના કરાર, OpenAIની ઉપયોગ નીતિઓ અને તમારી સંસ્થાની આંતરિક નીતિઓને આધીન છે (ઉદાહરણ તરીકે: સ્વીકાર્ય ઉપયોગ, ડેટા વ્યવસ્થાપન, સુરક્ષા, જાળવણી અને દેખરેખની નીતિઓ). ખાતાં બદલવાની સુવિધા દ્વારા જોડાયેલાં તમામ ખાતાં પર પોતાની ઉપયોગ નીતિઓ લાગુ કરવાનો અધિકાર OpenAI પાસે અનામત છે.
આ કરાર અને નીતિઓની નકલ માટે તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.
જ્યાં સુધી ChatGPT Enterprise અથવા એજ્યુકેશન વર્કસ્પેસે તમારી વ્યક્તિગત વર્કસ્પેસની ચકાસણી કરી ન હોય અથવા તેના પર દાવો કર્યો ન હોય, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિગત ChatGPT વર્કસ્પેસનો તમારો ઉપયોગ OpenAIના ટર્મ્સ ઓફ યુઝ અને પ્રાઇવસી પોલિસીને આધીન છે.
વધારાની શરતો અને પ્રાઇવસી પોલિસીઓ
મહત્વપૂર્ણ: વ્યવસ્થાપક દ્વારા સંચાલિત ખાતામાં સાઇન ઇન કરેલું હોય ત્યારે ChatGPTના તમારા ઉપયોગ પર OpenAIના ટર્મ્સ ઓફ યુઝ અને પ્રાઇવસી પોલિસી લાગુ પડતાં નથી.
આ સંચાલિત ખાતામાં તમે સાઇન ઇન કરેલું હોય ત્યારે જો તમારા વ્યવસ્થાપક વૈકલ્પિક અથવા વધારાની સેવાઓ સક્ષમ કરે, તો એ સેવાઓ વધારાની સેવા-વિશિષ્ટ શરતો અને પ્રાઇવસી પોલિસીઓને આધીન હોઈ શકે છે. જો તમે એ શરતો સાથે સંમત ન હો, તો આ સંચાલિત ખાતાથી એ વૈકલ્પિક સેવાઓનો ઉપયોગ કરશો નહીં.
જો ભવિષ્યમાં તમારું ખાતું વ્યવસ્થાપક દ્વારા સંચાલિત બને
જો તમારું ખાતું હાલમાં તમારા દ્વારા અથવા ટીમ દ્વારા સંચાલિત હોય, તો ભવિષ્યમાં તે ડોમેન વ્યવસ્થાપક દ્વારા સંચાલિત થઈ શકે છે (ઉદાહરણ તરીકે, જો તમારી સંસ્થા તમારા ડોમેન પર દાવો કરે અથવા તેની ચકાસણી કરે). જો એવું થાય, તો તમારા વ્યવસ્થાપકને એ સંચાલિત ખાતા સાથે સંકળાયેલા ડેટા પર ઉપર જણાવેલી ઍક્સેસ અને નિયંત્રણો મળી શકે છે.
તમારા વ્યવસ્થાપકને શોધો
જો તમને ખાતરી ન હોય કે તમારા વ્યવસ્થાપક કોણ છે, તો તમારી માહિતી-ટેક્નોલૉજી કે સુરક્ષા ટીમ અથવા તમારી સંસ્થાના સહાય કેન્દ્રનો સંપર્ક કરો.
કાર્ય સિવાયની પ્રવૃત્તિ માટે વ્યક્તિગત ખાતું વાપરો
તમારી સંસ્થા દ્વારા સંચાલિત ન હોય એવું વ્યક્તિગત ખાતું વાપરીને તમે તમારી સંસ્થાના સંચાલિત વાતાવરણની બહાર ChatGPT ઍક્સેસ કરી શકો છો. જો તમે તમારી વ્યક્તિગત પ્રવૃત્તિને સંસ્થાના વહીવટથી અલગ રાખવા માંગતા હો, તો તમારા વ્યક્તિગત ખાતાથી સાઇન ઇન કરો અને ચૅટ શરૂ કરતાં પહેલાં ખાતરી કરો કે તમે યોગ્ય ખાતામાં છો.
