ઝાંખી
ખાનગી સુરક્ષા પ્રક્રિયા સાથે ઝીરો ડેટા રિટેન્શન (પીએસપી સાથે ઝેડડીઆર) દ્વારા OpenAI ગ્રાહકના પ્રોમ્પ્ટ કે પ્રતિભાવો સંગ્રહી રાખ્યા વિના ઑફલાઇન, સ્વચાલિત સુરક્ષા સમીક્ષા કરી શકે છે. પીએસપી તમારા ડેટાનું રક્ષણ કેવી રીતે કરે છે અને ગોઠવણી માટે શું જરૂરી છે તે જાણવા પીએસપી વિકાસકર્તા માર્ગદર્શિકા વાંચો. પાત્રતા અને એન્ડપોઇન્ટની મર્યાદાઓ જાણવા એપીઆઈ ડેટા નિયંત્રણો વાંચો.
ગોઠવણી શરૂ કરો
સંસ્થાના વહીવટકર્તાને તમારા સંગ્રહ સેવા પ્રદાતા માટેની ગોઠવણી અને ચકાસણીની સૂચનાઓ અનુસરવા કહો. માર્ગદર્શિકામાં ઇચ્છિત OpenAI પ્રોજેક્ટ માટે ક્લાઉડની ગોઠવણી, સંગ્રહ સેવાની નોંધણી અને પ્રમાણનની માહિતી આપેલી છે.
પીએસપી ગોઠવણી માર્ગદર્શિકા ખોલો
તમારી ગોઠવણી તપાસો
ખાતરી કરો કે તમારા પ્રોજેક્ટમાં સંગ્રહ જોડાણ માટે ચકાસાયેલ અને રિટેન્શન પોલિસી તરીકે ખાનગી સુરક્ષા પ્રક્રિયા સાથે ઝીરો ડેટા રિટેન્શન દર્શાવેલું છે. માત્ર સંગ્રહની નોંધણી કરવાથી ગોઠવણી પૂર્ણ થતી નથી.
જો ગોઠવણી કે ચકાસણી નિષ્ફળ જાય, તો પસંદ કરેલી સંસ્થા અને પ્રોજેક્ટ તપાસો, દર્શાવેલી ભૂલની સમીક્ષા કરો અને માર્ગદર્શિકામાં આપેલી મુશ્કેલીનિવારણની સૂચનાઓ અનુસરો.
પીએસપી મુશ્કેલીનિવારણ ખોલો
શરૂઆત કરવા માટે મદદ મેળવો
જો OpenAI ની ખાતા સંભાળતી ટીમ તમને શરૂઆત કરવામાં મદદ કરી રહી હોય, તો તે ટીમનો સંપર્ક કરો. નહિ તો, વધારાની મદદ માટે તમે સહાય ટીમનો સંપર્ક કરી શકો છો.
મુશ્કેલીનું નિવારણ કરવામાં અમને મદદ મળે તે માટે આ વિગતો આપો:
તમારા ખાતાનું ઇમેઇલ સરનામું અને OpenAI સંસ્થા તથા પ્રોજેક્ટના આઈડી.
તમારા સંગ્રહ સેવા પ્રદાતા અને પ્રદેશ, ગોઠવણીનું જે પગલું નિષ્ફળ ગયું હોય તે અને દર્શાવેલી ભૂલ કે સ્થિતિ.
સમય ઝોન સહિત નિષ્ફળતાનો સમય અને ઉપલબ્ધ હોય તો વિનંતીનો આઈડી.
એપીઆઈ કીઓ, ક્લાઉડનાં ઓળખપ્રમાણ, પ્રોમ્પ્ટ, પ્રતિભાવો કે ડિક્રિપ્ટ કરેલા ગ્રાહક રેકોર્ડ સામેલ કરશો નહીં. સ્ક્રીનશૉટ અને ભૂલની વિગતો શેર કરતાં પહેલાં તેમાંથી સંવેદનશીલ માહિતી દૂર કરો.
