ChatGPT Edu તે શાળાઓ માટે બનાવવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ અને તેમના કેમ્પસ સમુદાયો માટે AIને વધુ વ્યાપક રીતે ડિપ્લોય કરવા માંગે છે. વધુ જાણવા માટે અમારી ટીમનો સંપર્ક કરો.
ઝાંખી
અમારા નવીનતમ ફ્લેગશિપ મોડેલના ઉપયોગની સુવિધા સાથે, ChatGPT Eduમાં આનો સમાવેશ થાય છે:
અદ્યતન સાધનો: ડેટાનું વિશ્લેષણ, વેબ બ્રાઉઝિંગ અને ફાઇલ અપલોડ
ChatGPTનાં જરૂરિયાત મુજબ તૈયાર કરેલાં સંસ્કરણો એટલે કે GPT બનાવવાની અને તેમને યુનિવર્સિટીનાં કાર્યસ્થળોમાં શેર કરવાની સુવિધા
ChatGPT Free કરતાં ઘણી વધુ સંખ્યામાં સંદેશા મોકલવાની છૂટ
ગુણવત્તા અને ઝડપની દૃષ્ટિએ સુધારેલી ભાષાકીય ક્ષમતાઓ, તેમજ 50થી વધુ ભાષાઓનો ઉપયોગ કરવાની સુવિધા
મજબૂત સુરક્ષા, ડેટાની ગોપનીયતા અને જૂથ પરવાનગીઓ, SSO, SCIM તથા GPT વ્યવસ્થાપન જેવાં વહીવટી નિયંત્રણો
સુરક્ષા અને ગોપનીયતા
ChatGPT Enterpriseમાં તમારા વ્યવસાયના ડેટાની માલિકી અને તેનું નિયંત્રણ તમારી પાસે રહે છે. અમે તમારા વ્યવસાયના ડેટા કે વાર્તાલાપોનો ઉપયોગ તાલીમ માટે કરતા નથી અને અમારા મોડલ તમારા ઉપયોગમાંથી શીખતા નથી. ChatGPT Enterprise SOC2નાં ધોરણોનું પણ પાલન કરે છે અને તમામ વાર્તાલાપો મોકલતી વખતે તેમજ સંગ્રહિત હોય ત્યારે એન્ક્રિપ્ટ કરેલા હોય છે.
અમારા નવા વહીવટી કન્સોલથી તમે ટીમના સભ્યોનું સરળતાથી વ્યવસ્થાપન કરી શકો છો. તેમાં ડોમેનની ચકાસણી, SSO અને ઉપયોગ વિશેની વિગતવાર માહિતીની સુવિધાઓ મળે છે, જેથી સંસ્થામાં મોટા પાયે અમલીકરણ કરી શકાય છે. અમે તમારી સંસ્થાના ડેટાને કેવી રીતે સંભાળીએ છીએ તેની વધુ વિગતો માટે અમારું ગોપનીયતા પૃષ્ઠ અને અમારું ટ્રસ્ટ પોર્ટલ જુઓ.
API ક્રેડિટ્સ
NSFના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય AI સંશોધન સંસાધન પાયલોટ (NAIRR) સાથે ભાગીદારીમાં, OpenAI એવા સંશોધકોને API ક્રેડિટ્સ આપે છે જેઓ AIની સલામતી તથા શિક્ષણ, આરોગ્યસંભાળ પ્રણાલીઓ અને આબોહવા સંબંધી કાર્યને સુધારવા માટે AIના નવા ઉપયોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ ભંડોળનો એક ભાગ ઐતિહાસિક રીતે અશ્વેત વિદ્યાર્થીઓ માટે સ્થાપિત કૉલેજો અને યુનિવર્સિટીઓ તથા લઘુમતી સમુદાયોને સેવા આપતી સંસ્થાઓમાં પ્રયોજિત સંશોધન અને અભ્યાસક્રમ સંબંધી કાર્યને ટેકો આપવા માટે ફાળવવામાં આવ્યો છે. અમે એવા સંશોધકોને પણ ટેકો આપીએ છીએ જેઓ AIના જવાબદારીપૂર્વકના અમલીકરણ, તેની સાથે સંકળાયેલાં જોખમો ઘટાડવા અને AI પ્રણાલીઓની સામાજિક અસર સમજવા સંબંધિત ક્ષેત્રોનો અભ્યાસ કરવા માટે અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે.
શિક્ષકો, સંશોધકો, વહીવટકર્તાઓ અને વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે અમે આગામી વર્ષોમાં અમારા ઉત્પાદનો અને સેવાઓને વધુ વિકસિત કરતા રહીશું.
